ભુજ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા ફિલ્મના શૂટીંગ માટે બોલિવુડ સ્ટાર અજય દેવગણ અને સોનાક્ષી સિંહા માંડવીના કાઠડા ગામે ફિલ્મના સેટ પર આવી પહોંચ્યા છે.

1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલાં યુધ્ધમાં ભુજ એરબેઝનો તૂટેલો રનવે માત્ર 72 કલાકમાં રીપેર કરનારી માધાપરની 300 વીરાંગનાઓની સાહસકથા પર આ ફિલ્મ આધારીત છે. ભૂષણકુમારની T-સિરીઝ દ્વારા નિર્માણ થઈ રહેલી આ ફિલ્મના અમુક હિસ્સાનું શૂટીંગ માંડવીના કાઠડા ગામે થવાનું છે.

ભુજ એરબેઝનો આખો સેટ કાઠડા ગામે તૈયાર કરાયો છે.અજય દેવગણ અને સોનાક્ષી સિંહા ચાર્ટર પ્લેનમાં માંડવી એરસ્ટ્રીપર પર લેન્ડ થયા હતા. અજય દેવગણે કાઠડા ગામે સોનલ માના મંદિરે દર્શન કર્યાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 14 ઑગસ્ટ સુધી અહીં ફિલ્મનું શૂટીંગ કરવામાં આવનાર છે. ફિલ્મ કલાકારોનો કાફલો માંડવીના ખાનગી બીચ રીસોર્ટમાં રોકાવાનો છે.પાકિસ્તાને તે સમયે ભુજ એરબેઝ પર બોંબવર્ષા કરી હતી જેના પર ફિલ્મ ભજવાઈ છે.

LEAVE A REPLY