ભુજ : વાહનચાલકોને સીટબેલ્ટ બાંધવા અપાઇ સમજ, નહિ બાંધે તો પોલીસ કરશે કાર્યવાહી
BY Connect Gujarat18 Nov 2019 2:01 PM GMT

X
Connect Gujarat18 Nov 2019 2:01 PM GMT
કચ્છ
જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પોલીસે ટ્રાફિક ડ્રાઇવ યોજી સરકારી તથા ખાનગી બસોના
ડ્રાયવરોને સીટબેલ્ટ બાંધવા માટે તાકીદ કરી છે. હવે પછી સીટ બેલ્ટ નહિ બાંધનારા વાહનચાલકો
સામે પોલીસ કાર્યવાહી કરશે.
ભુજમાં
પોલીસની ટીમોએ સરકારી એસટી
બસો અને ખાનગી બસો સાથે પેસેન્જર વાહનોના ચાલકો સીટ બેલ્ટ બાંધે છે કે નહીં તેની
ચકાસણી કરી હતી. વાહનચાલકોને હંમેશા સીટ બેલ્ટ બાંધી રાખવા તાકીદ કરાઈ હતી જિલ્લા
પોલીસવડા સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ટ્રાફિક
ડ્રાઇવ યોજવામાં આવી હતી. 70 થી વધુ
બસોના ચાલકોને સીટ બેલ્ટ બાંધવા સમજ આપવામાં આવી હતી. હવે પછીના ચેકીંગમાં સરકારી
તથા ખાનગી બસોના ચાલકો સીટ બેલ્ટ બાંધ્યા વિનાના જણાશે તો તેમની સામે કાર્યવાહી
કરવામાં આવશે.
Next Story