Top
Connect Gujarat

ભૂજમાં ચાચા નહેરૂની પ્રતિમાને બદલે, ફોટોને કરાયું હાર રોપણ જાણો કેમ..?

ભૂજમાં ચાચા નહેરૂની પ્રતિમાને બદલે, ફોટોને કરાયું હાર રોપણ જાણો કેમ..?
X

ભુજ નગરપાલિકા દ્વારા આજે જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તેમજ અનંત દવેની જન્મજયંતિ નિમિતે પ્રતિમાને હારારોપણ કરી અંજલિ આપવામાં આવી હતી.

કચ્છના માજી સાંસદ અનંતરાય દવેની 81 મી જન્મજયંતિ નિમિતે જય નગર પાસે આવેલી તેમની પ્રતિમાને આજે હારારોપણ કરવામાં આવ્યું હતું.અંનત દવેએ કચ્છનાં સાંસદ તરીકે બખૂબી જવાબદારી નિભાવવા સાથે સંગઠનમાં સક્રિય રહ્યા હતા તેમના પ્રયત્નોથી કચ્છમાં ભાજપનું સંગઠન મજબૂત રહ્યું છે.

તો ચાચાના ઉપનામથી જાણીતા જવાહરલાલ નહેરુની 55 મી પુણ્યતિથિ નિમિતે ટાઉનહોલ પાસે તેમને અંજલિ અપાઈ હતી.જો કે , ચાચા નહેરુની પ્રતિમા પાસે સીડી કે પગથિયાંની કોઈ વ્યવસ્થા ન હોતા પાલિકાના સત્તાધીશો એ નીચે ખુરશી પર જવાહરલાલ નહેરુનો ફોટો રાખી ફુલહાર અપર્ણ કર્યા હતા પણ પ્રતિમાને હારા રોપણ ન કર્યું હતું.

પાલિકા પ્રમુખ લતાબેને જણાવ્યું કે , અહીં સીડીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ટ્રાફિકને અડચણ થઈ શકે તેમ હોઈ સીડી ગોઠવવામાં આવી નથી..બંને મહાનુભાવોને તેમની તિથિ પર યાદ કરીને પાલિકાના શાસકો , કાઉન્સિલરો ,ભાજપના નેતાઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.

Next Story
Share it