Top
Connect Gujarat

ભૂજ: ગેસ પાઇપ લાઇનના ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈન તૂટી જતા 1500 થી 2000 લીટર પાણીનો થયો વેડફાટ

ભૂજ: ગેસ પાઇપ લાઇનના ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈન તૂટી જતા 1500 થી 2000 લીટર પાણીનો થયો વેડફાટ
X

ભુજના આરટીઓ રિલોકેશન સાઈટ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનના ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈન તૂટી જતા 1500 થી 2000 લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે. એક તો પાણીની અછત છે. એવામાં પાણીનો બગાડ થતા સ્થાનિકોને હવે પાણીની કટોકટી વેઠવાનો વારો આવશે.

ભુજના વોર્ડ નંબર 10 આરટીઓ રિલોકેશન સાઈટ વિસ્તારમાં ગેસની પાઇપલાઈન નાખતી વેળાએ પાણીની મુખ્ય લાઈન તૂટી જતા પાણીનો બગાડ થવા પામ્યો હતો. સ્થાનિકોને અહીં ચાર દિવસે પાણી મળે છે. આજે પાણીનો વારો હતો તેવામાં પાણીની લાઈન તૂટી જતા લોકો પાણીથી વંચિત રહ્યા હતા. જેમાં આજે 1500 થી 2000 લિટર પાણીનો વેડફાટ થયો હતો.

ભુજ શહેરમાં અગાઉ પણ અનેકવાર ગેસ કનેક્શન માટે ના ખાડા ખોદતી વેળાએ ગટર અને પાણીના કનેક્શન તૂટી ચુક્યા છે. આ વિસ્તારમાં અગાઉ ગેસ લાઈન માટેના ખાડા ખોદાઈ ગયા બાદ કોન્ટ્રાકટરે ચાલતી પકડી હતી. અહીં પાણીની લાઈન પણ હજી બે દિવસ પૂર્વે જ રિપેરીંગ કરાઈ હતી. આજે પાણીના વારા ના દિવસે જ લાઈન તૂટી જતા લોકોને પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.

Next Story
Share it