Connect Gujarat

ભૂતપૂર્વ એર ચીફ ત્યાગીના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં જામીન મંજુર

ભૂતપૂર્વ એર ચીફ ત્યાગીના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં જામીન મંજુર
X

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના કેસમાં પટિયાલા હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં ભૂતપૂર્વ ભારતીય એર ફોર્સ (આઇએએફ)ના મુખ્ય એર ચીફ માર્શલ એસ.પી. ત્યાગીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) સ્પેશિયલ જજ અરવિંદ કુમારે ત્યાગીની જામીન અરજી માન્ય રાખીને શરતી જામીન આપ્યા છે. જેમાં ત્યાગીને રૂ 2 લાખ ભરાવ્યા છે તેમજ એનસીઆર બહાર નહિ જઈ શકે તેમજ તપાસમાં સહયોગ આપવાનું કોર્ટે સૂચન કર્યું હતુ.

જો કે સીબીઆઈ દ્વારા આ જામીનનો વિરોધ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે આ એક મોટું કૌભાંડ છે જેની ઊંડી તપાસ ચાલી રહી છે અને મોટા માથાના નામ તેમજ મહત્વના પુરાવાઓ બહાર આવી શકે છે અને આ તપાસની જાણ થઇ જાય તો તેઓ આ પુરાવાઓનો નાશ કરી શકે છે.

આ સાથે વધુ બે આરોપી સંજીવ ત્યાગી અને ગૌતમ ખેતાન ના જામીનની અરજી પણ કરવામાં આવી છે જોકે તેમના જમીન અંગેની સુનવણી 4 જાન્યુઆરીએ થશે.

Next Story
Share it