Connect Gujarat
ગુજરાત

ભેંસલી-કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસરના હથીયારો સાથે ૬ ઇસમોને પકડી પાડતી દહેજ પોલીસ

ભેંસલી-કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસરના હથીયારો સાથે ૬ ઇસમોને પકડી પાડતી દહેજ પોલીસ
X

રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેઅને કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે તા-૧૩-૧૪/૦૭/૨૦૧૯ ના કોમ્બીગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હોય જે અંગે પોલીસ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લામાં કોમ્બીગ નાઇટમાં દરીયાઇ વિસ્તારો પર આવેલ બંદરો/ માછીમારી વસાહતો ચેક કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ દરીયાઇ કાઠા વિસ્તાર પેટ્રોલીંગ તથા લેડૉગ પોઇન્ટ તથા વાઇટલ ઇન્સ્ટોલેશન તથા આંતકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ચેક કરવાની કામગીરી કરવા સુચના આપેલ હતી.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકવાઘેલા ભરૂચનાઓના માર્ગ દર્શન મુજબ ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજનાઓએ આપેલ સુચના મુજબ તેમની ટીમના પો.સ.ઇ. તથા પો.સ.ઇ.પાટીલ તથા બીજા પોલીસ સ્ટાફના પોલીસ માણસો કોમ્બીગ નાઇટમા નિકળેલા દરમ્યાન મળેલ બાતમી આધારે ભેસલી ગામેથી રાત્રી દરમ્યાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી જી.જે.૧૬ ઝેડ ૯૫૬૬ ની અંદર શંકાસ્પદ ૬ ઇસમો સુરેશભાઇ છોટુભાઇ મેકવાન ઉ.વ-૫૦ રહે,નવીનગરી,નંદેલાવ,તા.જી.ભરૂચ,શફવાન ફિરોજ પટેલ ઉ.વ-૨૪ રહે, જીવા ફળીયુ, દહેગામ તા.જી.ભરૂચ,અબ્દુલ રહીમ મહમદ પટેલ ઉ.વ-૫પર રહે, હાજી ફળીયુ,ખોજબલ તા.વાગરા જી.ભરૂચ,આરીફ મહમદ પટેલ ઉ.વ-૪૯ રહે, હાફેજી ફળીયુ, દહેગામતા.જી.ભરૂચ, શાકીર આરીફ પટેલ ઉ.વ-૨૨ રહે, હાફેજી ફળીયુ, દહેગામ તા.જી.ભરૂચ, સુલેમાન મહમદ પટેલ ઉ.વ-૪૬ રહે, હાફેજી ફળીયુ,દહેગામ તા.જી.ભરૂચ પોતાના કબજામાં ભોગવટા વાળી પીકઅપ બોલેરો ગાડીમાં ગેર કાયદેસરના જીવલેણ અગ્નિ શસ્ત્રો (બાર બોર બંદુક) રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નિકળી પીકઅપ વાનમાં શિકારના સાધન સામાગ્રી સાથે પકડાઇ ગયા હતા.

પોલીસે ઝડપાયેલા આ તમામ પાસેથી બાર બોરની બંદુક નંગ-૨ કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શકાય તેમજ જીવતા કાર્ટીઝ બાર બોરના નંગ-૨૦ જે એકની કિ.રૂ ૫૦/-લેખે કુલ- કિ.રૂ. ૧,૦૦૦/- તથા લોખડના પાળીયા નંગ-૦૨ કિ.રૂ. ર૦૦/-,લોખડના છરા નંગ-૦૩ કિ.રૂ.૭૫/-,કાનસ ધાર કાઢવા માટેની કિ.રૂ.૨૫/-,લાકડાના હાથાવાળા પેચીયુ નંગ-૦૧ કિ.રૂ.૨૫/-,હેલોઝન લાઇટ નંગ-૦૨ જે વાયર તથા ચપલા સાથે કિ.રૂ.૫,૦૦૦/-,નાયલોનનુ દોરડુ નંગ- ૦૧ કિ.રૂ.૧૫૦/- તેમજ મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ.૩૯,૦૦૦/- બોલેરો પીકપ વાન જી.જે.૧૬ ઝેડ ૯૫૬૬ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૭૦,૪૭૫/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ આર્મ્સ એકટ તથા વન સરંક્ષણ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસપો.સ.ઇ. એસ.એન.પાટીલનાઓ કરી રહેલ છે.

Next Story
Share it