Connect Gujarat

ભેજાબાજો આપે છે બ્લેક મની ને વ્હાઇટ કરવાના જોખમી નુસખા

ભેજાબાજો આપે છે બ્લેક મની ને વ્હાઇટ કરવાના જોખમી નુસખા
X

આખા દેશમાં બ્લેકમની પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા જ્યારથી નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ બ્લેકમની ધરાવનાર લોકો પોતાના બ્લેકમનીને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે અને બ્લેક મનીને કેવી રીતે વાઈટ કરવા તે અંગેના નવા નવા નુસખા અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

જેમાં નાણાંકીય વ્યવહારના જાણકાર ભેજાબાજો દ્વારા તેમને બ્લેકમનીના સેટલમેન્ટ માટે થઈને કોઈ કાયદાકીય ગુંચવણ ન થાય તે માટે સલાહ તેમજ મદદ પણ કરવામાં આવી રહી છે. જેના પર તેમને તગડું કમિશન પણ આપવામાં આવી રહ્યુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેમાં કરોડોના બ્લેકમની ની વાત આવે એટલે આવા આવા પેતરા કરવામાં આવે છે.

1) ખોલાવો ઘણા બધા ખાતા

આ એક સરળ રસ્તો છે જેમાં એક સાથે ઘણા ખાતા ખોલવામાં આવે છે અને દરેક નવા ખાતામાં 2.5 લાખ થી ઓછી રકમ જમા કરાવવામાં આવે છે. જેનાથી સરકારે નક્કી કરેલ ટેક્સ સ્લેબમાં આવી ના શકાય અને ટેક્સ પણ ભરવો ન પડે. આમ કરવાથી બ્લેકમની ને સફેદ કરી શકાય છે.

આ સાથે એક જ બેન્કની શાખામાં 50 થી વધુ ખાતા ન ખોલાવવાની સલાહ પણ આપવામાં આવે છે. જેથી કરીને ઈન્ક્મ ટેક્સ વિભાગને શંકા ન જાય.

2) કેશ ક્રેડિટ ખાતા દ્વારા બ્લેકમની સફેદ

કેશ ક્રેડિટ ખાતામાં બેન્ક ગ્રાહકને ખાતામાં જમા કરેલ રકમ કરતા નક્કી કરેલ લિમિટ સુધી ખર્ચ કરવાની સુવિધા આપે છે.

બ્લેકમની ને આજ ક્રેડિટ એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવે છે. આ રકમ જમા થયા બાદ NEFT એ નક્કી કરેલ રકમ બેન્ક દ્વારા બ્લેકમની સેટલ કરવા આવેલાના ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. આ પ્રકારના વિવિધ પેંતરા રચીને કાળા ના ધોળા કરવાની જોખમી ચાલ પણ ભેજાબાજો અપનાવીને છટકબારી શોધી રહયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it