Connect Gujarat

ભોપાલની જેલગાર્ડની હત્યા કરી ભાગેલા તમામ આઠ સિમીના ખૂંખાર ઉગ્રવાદીઓ ઠાર

ભોપાલની જેલગાર્ડની હત્યા કરી ભાગેલા તમામ આઠ સિમીના ખૂંખાર ઉગ્રવાદીઓ ઠાર
X

ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી હેડ કોન્સ્ટેબલનું ગળુ ચીરીને ફરાર થયેલા સિમીના 8 આતંકીઓને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ભોપાલ શહેરના બહારના વિસ્તારમાં ઈંતખેડી ગામ પાસે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયાં. આ તમામ આતંકીઓ રમાશંકર નામના ગાર્ડની હત્યા કરીને ફરાર થઈ ગયા હતાં. જેલમાંથી ફરાર થનાર આતંકીઓમાં એક આતંકી અમદાવાદના જુહાપુરાનો મુજબ પણ સામેલ હતો. આ આતંકી અમદાવાદ વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાતો હતો.

ફરાર થઈ ગયેલા તમામ આતંકીઓમાં શેખ મુજીબ, ખાલિદ, મજીદ, અકીલ, ખિલજી, ઝાકિર, મહેબૂબ, અમઝદ અને સલિખ છે. આતંકીઓએ જેલમાં મળેલી ચાદરની રસ્સી બનાવી અને તેનો ઉપયોગ કરીને જેલની દિવાલ ઓળંગીને ભાગી ગયા. મળતી માહિતી મુજબ ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ રમાશંકરની હત્યા માટે આતંકીઓએ ચાકૂનો ઉપયોગ કર્યો હતો.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે નિવેદન આપ્યું હતું કે જેલ પ્રબંધકની ભૂલના કારણે આ આતંકીઓ ફરાર થયા હતાં. ત્યારબાદ જેલના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ભોપાલના ડીઆઈજી રમણ સિંહે જણાવ્યું હતું કે સિમીના આઠ કાર્યકર્તાઓ વહેલી સવાર લગભગ બે થીત્રણ વાગ્યાની વચ્ચે એક સુરક્ષા ગાર્ડની હત્યા કરીને જેલમાંથી ફરાર થઈ ગયા હતાં. ગાર્ડની હત્યા કરીને ચાદરોની મદદથી જેલની દિવાલ ઓળંગી ગયા હતાં.

ડીઆઈજીએ જણાવ્યું કે તેમણે પહેલા ગાર્ડને ઘેરી લીધો અને ત્યારબાદ તેને કબ્જામાં લઈને તેનું ગળુ ચીરી મારી નાખ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ભાગી ગયેલામાંથી સાત સિમીના આતંકીઓ ખંડવાની જેલમાંથી પણ ભાગી ગયા હતાં.

Next Story
Share it