Connect Gujarat

ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ થતા 9 યાત્રીઓ ઘાયલ

ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ થતા 9 યાત્રીઓ ઘાયલ
X

મધ્યપ્રદેશના શાજાપુરમાં રાજધાની ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં તારીખ 7 માર્ચની સવારના સમયે જોરદાર વિસ્ફોટ થયો ,જેમાં 9 થી વધારે લોકો ઘાયલ થયા હતા.

સૂત્ર દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર ભોપાલ ઉજ્જૈન પેસેન્જર સિહોર સ્ટેશન પછી કાલાપીપલ પહેલાના જબડી સ્ટેશને પહોંચી ત્યારે પાછળ ના જનરલ ડબ્બામાં જોરદાર વિસ્ફોટ થયો હતો,જેમાં લોકો પોતાનો જીવ બચવા માટે ટ્રેનમાંથી કૂદી પડયા હતા, અને તે દરમિયાન લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનામાં જાણવા મળ્યુ છે કે ટ્રેનમાં મોબાઈલ વિસ્ફોટ થયો હતો, જેમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને પોલીસ દ્વારા શંકાસ્પદ તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

Next Story
Share it