Connect Gujarat
ગુજરાત

મંદબુધ્ધિની બાળાનો પાંચ વર્ષે પરિવારજનો સાથે સુખદ મેળાપ થતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા 

મંદબુધ્ધિની બાળાનો પાંચ વર્ષે પરિવારજનો સાથે સુખદ મેળાપ થતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા 
X

સુરતની સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા પાંચ વર્ષોથી આશ્રિત મંદબુધ્ધિની બાળકી ના આટલા લાંબા સમય બાદ પોલીસની હકારાત્મક તપાસને કારણે પરિવારજનો સાથે મેળાપ થવા પામ્યો હતો.

આજથી પાંચ વર્ષ અગાઉ સુરતના કામરેજ ગામમાં કચરના ઢગલા પાસે એક મંદબુધ્ધિની બાળકી પોતાના પિતાની લાશ પાસે રડતી કકળતી મળી આવી હતી.જે બાળાને કામરેજ પોલીસે સુરતના નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપી હતી.

whatsapp-image-2017-01-02-at-7-00-31-pm

જોકે જે તે સમયના સુરતના ડિવાયએસપી મુકેશ પટેલે વાલીવારસાની શોધખોળ શરુ કરી હતી.અને ભરૂચના ડિવાયએસપી વાનાણીને જણાવતા તેઓએ આ અંગે ભરૂચ એસઓજી પોલીસને તપાસ સોંપી હતી.

whatsapp-image-2017-01-02-at-6-59-37-pm

એસઓજી પોલીસના એ.એસ.આઈ જશુભાઈ તપાસ અર્થે સુરતના નારી સંરક્ષણ કેન્દ્રમાં બાળકીને મળ્યા હતા,પરંતુ બાળકી મંદબુધ્ધિની હોવાના કારણે યોગ્ય જવાબ આપી શકતી ન હતી પરંતુ તે અંકલેશ્વર-અંકલેશ્વર રટણ કરતા જશુભાઈએ તેના આધારે અંકલેશ્વરના ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની પુછપરછ શરુ કરતા બાળકીના પિતા પ્લાસ્ટિકનો કચરો વીણીને રખડતું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યુ હતુ,અને બાળકીની માતા સહિત પરિવારજનો મળી આવતા પાંચ વર્ષ બાદ બાળકીનો તેના પરિવારજનો સાથે મેળાપ થયો હતો.

આ સમગ્ર કિસ્સામાં સુરત પોલીસના જેતે સમયના ડિવાયએસપી મુકેશ પટેલ,અને ભરૂચ ડીવાયએસપી વાનાણી અને એસઓજી પોલીસના માનવીય દ્રષ્ટિકોણ થી કરેલી તપાસ બિરદાવવા પાત્ર હતી.

Next Story