Top
Connect Gujarat

‘મસ્તી’ સીરિઝની ત્રીજી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી થઇ રીલિઝ

‘મસ્તી’ સીરિઝની ત્રીજી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી થઇ રીલિઝ
X

કોમેડીની સાથે હોરર મિક્સ કરીને ઇન્દ્રકુરમારે ‘મસ્તી’ સીરિઝની ત્રીજી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ બનાવી છે. આ સીરિઝની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'ની વાર્તા ત્રણ મિત્રો ડૉક્ટર અમર, હોટલ મેનેજેર મીત મહેતા અને પ્રોપર્ટી એજન્ટ પ્રેમ ચાવાલાની આસપાસ ફરે છે. ત્રણેય મિત્રો પોતાની વર્તમાન લાઇફથી ખુશ નથી. એક દિવસ તેમને ગામડામાં જવાનો મોકો મળે છે. જ્યાં ત્રણેય મિત્રો એક ખૂબ જ જૂની હવેલીને વેચવાનો જુગાડ કરે છે. હવેલીમાં તેમનો સામનો રાગિની સાથે થાય છે. જે એક પ્રેતાત્મા છે. ત્રણેય મિત્રો આ જાણીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. શું તેઓ ત્યાંથી ભાગવામાં સફળ થાય છે કે નહી તે જોવા ફિલ્મ જોવી પડે.

ફિલ્મમાં ડૉક્ટર અમરનો રોલ રિતેશ દેશમુખે ખૂબ જ સરસ રીતે નિભાવ્યો છે. તે સિવાય સંજય મિશ્રા, ઉષા નંદકરિણી અને શ્રદ્ધા દાસે પણ સારી એક્ટિંગ કરી છે. જ્યારે વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીએ પણ અભિનય ના ઓજસ પાથર્યા છે.

Next Story
Share it