Connect Gujarat

મહામારી કોરોના : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 1000ને પાર

મહામારી કોરોના : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 1000ને પાર
X

મહામારી કોરોના વાઇરસથી દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1000 ને પાર થઈ છે. જેમાં શનિવારે 117 નવા કેસ નોધાયા હતા. જ્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનું મોત થતાં દેશમાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે. અને 84 દર્દીઓ સાજા થયા છે. હાલ 792 એક્ટિવ દર્દીઓ છે. જેમની સારવાર દેશની અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે.

કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 186 લોકો સંક્રમિત છે. જ્યારે કેરળમાં 182 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 162, કર્ણાટકમાં 76, તેલંગણામાં 65, રાજસ્થાનમાં 54, ઉત્તરપ્રદેશમાં 61, ગુજરાતમાં 55, દિલ્હીમાં 40, પંજાબમાં 38, તમિલનાડુમાં 42, હરિણામાં 33, મધ્યપ્રદેશમાં 34, જમ્મુ-કાશ્મીરમાં 27, લદાખમાં 13, આંધ્રપ્રદેશમાં 12, પશ્ચિમ બંગાળમાં 10, બિહારમાં 9, ચંદિગઢમાં 7, છત્તીસગઢમાં અને ઉત્તરાખંડમાં 6-6 કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે.

Next Story
Share it