Connect Gujarat

મહામારી કોરોના સામે લડવા ક્યાં ફિલ્મી કલાકારે કરોડો રૂપિયા દાન કરવાની કરી જાહેરાત

મહામારી કોરોના સામે લડવા ક્યાં ફિલ્મી કલાકારે કરોડો રૂપિયા દાન કરવાની કરી જાહેરાત
X

મહામારી કોરોના વાઇરસ સામે લડવા પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક્ટર અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.

અક્ષય કુમારે જણાવ્યુ હતું કે અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. અને સાથે કહ્યું હતું કે ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.

Next Story
Share it