Connect Gujarat

મહારાષ્ટ્રનો ફેંસલો આજે : સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટનો સમય કરશે નક્કી!

મહારાષ્ટ્રનો ફેંસલો આજે : સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટનો સમય કરશે નક્કી!
X

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચાલુ છે. સુપ્રીમ કોર્ટ આજે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના ભાવિ અંગે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના ભવિષ્ય અંગે સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાની પ્રક્રિયા પર ઉભા થયેલા પ્રશ્નો પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ આજે સવારે સાડા દસ વાગ્યે મહારાષ્ટ્ર પર ચુકાદો સંભળાવશે.

સોલિસીટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી હાજર થયા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલ સમર્થનનો પત્ર લાવ્યા છે, જેના આધારે રાજ્યપાલે નિર્ણય લીધો છે.

હકીકતમાં, સોમવારે, કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ સરકારને શપથ ગ્રહણ કરવાના રાજ્યપાલના નિર્ણય સામે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની અરજી પર સુનાવણી અનામત રાખી હતી. આ અંગે આજે સવારે સાડા દસ વાગ્યે એક મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.

સોમવારે લગભગ 2 કલાકની આસપાસ, કોર્ટમાં ભારે દલીલ થઈ હતી, જે પછી કોર્ટે મંગળવારે આ અંગે ચુકાદો આપવા નક્કી કર્યું હતું. એક તરફ એનસીપી-કોંગ્રેસ-શિવસેનાની માંગ હતી કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવો જોઇએ.

ફડણવીસને સમર્થનનો પત્ર હતો

સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પત્રમાં સ્પષ્ટ છે કે અજીત પવારે એનસીપી ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને આપ્યો હતો. 22 નવેમ્બરના રોજ અજિત પવાર દ્વારા અપાયેલા પત્ર પછી જ દેવેન્દ્ર ફડણવીસે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, સાથે પત્રમાં 11 અપક્ષ અને અન્ય ધારાસભ્યોના ટેકાના પત્ર જોડાયેલા હતા.

Next Story
Share it