Connect Gujarat

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના અપનાવશે નવો ફોર્મ્યુલા!, સંજય રાઉતે કહ્યું - જો ભાજપ ઇચ્છે તો...

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના અપનાવશે નવો ફોર્મ્યુલા!, સંજય રાઉતે કહ્યું - જો ભાજપ ઇચ્છે તો...
X

મહારાષ્ટ્રમાં સરકાર

બનાવવાની કવાયત વચ્ચે, ભાજપ અને શિવસેના ફરી એક સાથે

થઈ શકે છે તેવી વાતે જોર પકડ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે તેમણે સંજય

રાઉત સાથે ભાજપ અને શિવસેના વચ્ચેના સમાધાન માટે વાત કરી છે. તેમણે કહ્યું કે મેં તેમને એક નવું ફોર્મ્યુલા સૂચવ્યું છે. જે

અંતર્ગત 3 વર્ષ મુખ્યમંત્રી પદ ભાજપ માટે અને 2 વર્ષ શિવસેના માટે હોઈ શકે છે.

આઠાવલેના મતે જવાબમાં સંજય રાઉતે પણ કહ્યું કે જો ભાજપ સંમત થાય આ વિષે વિચાર કરી શકાય છે. ભાજપ સાથે પણ આ અંગે ચર્ચા થઈ શકે છે.

આ પહેલીવાર નથી જ્યારે

રામદાસ આઠવલેએ બંને પક્ષો વચ્ચેના મતભેદો અંગે નિવેદન આપ્યું હોય. રવિવારે પણ તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને

શિવસેના સરકાર બનાવશે. રામદાસ આઠવલેએ કહ્યું હતું કે અમિત શાહે તેમને કહ્યું છે કે

ચિંતાનો વિષય નથી મહારાષ્ટ્રમાં માત્ર ભાજપ અને શિવસેના સ્થિર સરકાર બનાવશે.

Next Story
Share it