Connect Gujarat

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે અમિત શાહ સંસદમાં રિપોર્ટ રજૂ કરશે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે અમિત શાહ સંસદમાં રિપોર્ટ રજૂ કરશે
X

કેન્દ્ર સરકાર આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ

શાસન અંગે રાજ્યસભામાં અહેવાલ રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં

રાષ્ટ્રપતિ શાસનથી સંબંધિત અહેવાલ રજૂ કરશે.

મહારાષ્ટ્રમાં કોઈપણ પક્ષ સરકાર ન બનાવી શકી તેવી

સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી, ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ રામ નાથ

કોવિંદની મંજૂરીથી લાદવામાં આવ્યું હતું.

સરકારની રચના અંગે હજી સસ્પેન્સ

મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગેનું સસ્પેન્સ

પૂરું થયું નથી. મંગળવારે યોજનારી કોંગ્રેસ અને એનસીપીની બેઠક બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે આ બેઠક બુધવારે એટ્લે

કે આજે રાખવામાં આવી છે. આ દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ

પવારે કહ્યું કે, જે

લોકો સરકાર બનાવવા માંગે છે તેમને પૂછો.

ડિસેમ્બરની શરૂઆતમાં બનશે સરકાર

શરદ પવારના નિવેદન પર શિવસેના રાજ્યસભાના સાંસદ

સંજય રાઉતે કહ્યું કે પવાર શું કહે છે તે સમજવા માટે 100 વખત જન્મ લેવો પડશે.

રાઉતે કહ્યું કે તમારે પવાર અને અમારા વચ્ચેના ગઠબંધનની ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં, ડિસેમ્બરની શરૂઆતમાં, મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન

સરકાર બનશે. અને તે સ્થિર સરકાર હશે.

શિવસેનાએ 22 નવેમ્બરના રોજ બેઠક બોલાવી

આ દરમિયાન શિવસેનાએ ડિસેમ્બરની સમયમર્યાદા આપી

દીધી છે, જ્યારે કે ઉદ્ધવ

ઠાકરેએ 22 નવેમ્બરના રોજ તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સાવરકરને ભારત રત્ન

એનાયત કરવા અંગે સંજય રાઉતે કહ્યું કે શિવસેના હંમેશા સાવરકરને ભારત રત્ન એવોર્ડ

આપવાનું સમર્થન કરે છે.

મુખ્યમંત્રી પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે જંગ

ભાજપ-શિવસેનાએ એક સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ-એનસીપીએ પોતાના ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. 288 સદસ્યોની વિધાનસભામાં, ભાજપ 105 બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે શિવસેના 56 બેઠકો જીતવામાં સફળ રહી હતી. શિવસેના અને ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ થઈ હતી. તે પછી સરકાર બની શકી નહીં.

Next Story
Share it