મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને શિવસેનામાં સીટોની વહેંચણી પર આજે સ્પષ્ટ થઈ હતી  કે ભાજપ 150 સીટો પર ચૂંટણી લડશે.જ્યારે શિવસેનાને અગાઉથી જ 124 બેઠકો આપવામાં આવી છે. અન્ય સહયોગી પાર્ટી માટે 14 સીટો ફાળવવામાં આવી છે. જેમાંથી 6 સીટો રામદાસ અઠાવલેની પાર્ટીના ખાતામાં ગઈ છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 288 સીટો છે. જેની 21 ઓક્ટોબરે ચૂંટણી થઇ રહી છે  અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. આ દરમિયાન સીટોની વહેંચણી પર સ્પષ્ટ આંકડો જણાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે અમે પ્રચંડ બહુમતથી ચૂંટણી જીતીશું. એવી બહુમત મળશે કે જે આજ સુધી કોઈને પણ નહીં મળી હોય.

શિવેસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. તે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે શિવસેના સમર્થક આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે.

 

LEAVE A REPLY