Connect Gujarat
ગુજરાત

“મહા” વાવાઝોડા પહેલા મેઘાની “એન્ટ્રી”, દરિયામાં તોફાન જયારે તંત્રમાં દોડધામ

“મહા” વાવાઝોડા પહેલા મેઘાની “એન્ટ્રી”, દરિયામાં તોફાન જયારે  તંત્રમાં દોડધામ
X

અરબી

સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે મહા વાવાઝોડાએ આકાર લેતા રાજ્યભરમાં પવન

સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેતીના નુકશાન અંગે

ખેડૂત જગત મુશ્કેલીમાં મુકાયો છે.

છેલ્લા ઘણાં

દિવસોથી કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસભર દરિયા કાંઠા

વિસ્તારના ગામડાઓમાં ગોરમભાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદને કારણે ખેતરમાં

પાણી ભરાઈ જતાં ખેતીને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ શિયાળુ

પાકના વાવેતરનો સમય છે, ત્યારે

ખેડૂતો કમોસમી વરસાદના કારણે મૂંઝવણમાં મૂકાયા છે.

ભરૂચ શહેર

તથા જીલ્લામાં વહેલી સવારથી જ હળવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કેટલાક

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે

ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. મહા વાવાઝોડાની આગાહીના પગલે ભરૂચ જિલ્લા

કલેક્ટર ડો. એમ.ડી.મોડીયાએ ઉચ્ચ અધિકારીઓએ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.

વાવાઝોડાની સંભવિત અસરને પાહોચી વળવા ખાસ એક્શન પ્લાન બનાવી અધિકારીઓને જિલ્લા

બહાર ન જવાના આદેશ આપ્યા હતા.

સુરત

શહેરમાં પણ કમોસમી વરસાદથી લોકો ત્રાસી ગયા છે. સુરત શહેરના અઠવા ગેટ, ઉધના, પાંડેસરા, વરાછા, અડાજણ સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે

વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

હતા. વહેલી સવારે વરસાદ પડતાં નોકરિયાત વર્ગ સહિત વાહનચાલકો રસ્તે અટવાયા હતા. કોઈ

અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુવાલીના દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

છે.

નવસારી

જિલ્લાની વાત કરીએ તો, વહેલી

સવારથી જ શહેરના લુંસીકુઇ, સ્ટેશન રોડ, ટાવર રોડ, લાયબ્રેરી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા

વાતાવરાણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારી તાલુકાના વાંસદા, ખેરગામ, ચિખલી સહિતના ગામોમાં ભારે પવન સાથે

વરસાદ વરસતા લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા.

તો વગર ચોમાસે વલસાડ જિલ્લામાં પણ કમોસમી

વરસાદ જોવા મળ્યો છે. વરસાદના કારણે ખેરગામ રોડ ઉપર આવેલ પુલ ડૂબ્યો હતો. ચોમાસાની

ઋતુમાં જેવો વરસાદ પડે છે તેવો વરસાદ જીલ્લામાં પડી રહ્યો છે. તો કેટલાક ખેડૂતોના

ખેતરમાં પાણી ભરાતા ડાંગર, શેરડી, મરચી, વેંગણ જેવા પાકને નુકશાન થયું છે.

વડોદરા જિલ્લામાં પણ કમોસમી વરસાદે માઝા

મૂકી છે, ત્યારે

શહેરી વિસ્તાર સહિતના વિવિધ તાલુકાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રની વાત

કરવામાં આવે તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. સંભવિત સ્થિતિને

પહોંચી વળવા માટે રાજકોટમાં પણ કલેકટર રેમ્યા મોહને અધિકારીઓની બેઠક બોલાવી હતી.

મોરબી, સુરેનદ્રનગર, કચ્છ, જુનાગઢ, જામનગર, ભાવનગર,અમરેલી સહિતના વિસ્તારોમાં છુટાછવાયો

વરસાદ વરસ્યો છે. ચોમાસું લંબાઇ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને તકેદારીના પગલાં

ભરવા અપીલ કરાઇ છે.

Next Story