મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિહ જાડેજા

સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧.૩૩ લાખથી વધુ મહિલાઓને કરાટેની બેઝિક અને ૨૭ હજારથી વધુ મહિલાઓને એડવાન્સ તાલીમ અપાઇ સુરક્ષા સેતુ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧.૩૩ લાખથી વધુ મહિલાઓને કરાટેની બેઝિક તાલીમ અને ૨૭ હજારથી વધુ મહિલાઓને એડવાન્સ તાલીમ આપવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મહિલાઓને સ્વરક્ષણ માટે મહત્વની સુરક્ષા સેતુ યોજના અંગે ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મહિલાઓને સ્વ-રક્ષણ માટે ૧૫ દિવસની કરાટેની બેઝિક તાલીમ અને ૩૦ દિવસની એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. એપ્રિલ - ૨૦૧૯ સ્થિતિએ છેલ્લા બે વર્ષેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ૬,૮૪૯ મહિલાઓની કરાટેની બેઝિક તાલીમ અને ૩૨૦ મહિલાઓને એડવાન્સ તાલીમ એમ કુલ ૭,૧૬૯ મહિલાઓને સ્વ-રક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષા અને સલામતી તથા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓમાં સ્વરક્ષણ માટે જાગૃતિ આવે તે માટે જિલ્લા, તાલુકા મથકો તથા અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષા સેતુ રથ ફેરવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષા રથ ફેરવીને ૩,૨૦૦ જેટલા મહિલા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT