Connect Gujarat

મહિલા ફુટબાલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુ થી મોત

મહિલા ફુટબાલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુ થી મોત
X

મંગળવારે રાષ્ટ્રીય સ્તરની ફુટબોલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુના કારણે મોત થઇ ગયુ હતુ. આ મહિલા ફુટબોલરને ડેન્ગ્યુની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ.

29 વર્ષિય ફુટબોલ ખેલાડી પુનમ ને થોડા દિવસો અગાઉ ડેન્ગ્યુની અસર થઇ હતી. જેને સારવાર અર્થે ટેમ્પલ ટાઉનમાં મકબુલ આલમ રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પુનમે નેશનલ ફુટબોલ ચેમ્પિયનશીપમાં 10 કરતા વધુ વખત ઉત્તપ્રદેશ તરફથી ભાગ લીધો છે. તેમજ 2007 અને 2010 માં ભારતીય ફુટબોલ ટીમનો હિસ્સો પણ બની હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ઘણાં સ્થળોએ ડેન્ગ્યુની બિમારી ફેલાઇ છે. જેમાં અત્યાર સુધી 200 કરતા વધુ લોકોનો ભોગ લેવાઇ ગયો છે.

Next Story
Share it