Connect Gujarat
ગુજરાત

મહીસાગર વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠક  જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને યોજાઈ 

મહીસાગર વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠક  જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને યોજાઈ 
X

વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડ

મહીસાગર વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં થયેલ કામો તેમજ પ્રગતિ કામો અને નવા આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ મહીસાગર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, વિકાસના કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવામાં આવે , સરકાર દ્રારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો કામની ક્વોલીટી જળવાવી જોઇએ. વિકાસના કામો ઝડપી અને ગુણવત્તા યુક્ત રીતે થાય તે માટે આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ સાથે જિલ્લા માટે સને ૨૦૧૯-૨૦૨૦ ના નવીન આયોજન અંગે ચર્ચા કરવામાં આવી સાથે સાથે વર્ષ ર૦૧૬ - ૧૭ તથા વર્ષ ૨૦૧૭ - ૧૮ ના વર્ષમાં થયેલ અને બાકી કામોની ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી આ અંગે કલેકટર દ્રારા કેટલાંક રચનાત્મક સુચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, બાલાસિનોર પ્રાંત અધિકારી, જિલ્લા આયોજન અધિકારી સહિત જિલ્લાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story