માંગરોળ:દિવાસા આતરોલી વચ્ચે દરિયાઈ પટ્ટીમાં સિંહો જોવા મળ્યા, દરિયાઈ પટ્ટીના લોકોમાં ભયનો માહોલ

41

જૂનાગઢ ના માંગરોળ દરિયાઈ પટ્ટીના દિવાસા અને આતરોલી ના દરિયાઈ પટ્ટી ના વિસ્તાર મા સિંહો થોડા દિવસ પેલા જ સિંહો જોવા મળયા હતા. જેને લઈને દરિયાઈ પટ્ટીમા રહેતા લોકોમા ભયનો મોટો માહોલ સર્જાયો હતો.

હાલ ગીર ના જંગલો મૂકી ને દરિયાઈ પટ્ટી મા એક બે દહાડે સિંહો જોવા મળી રહયા છે.ઘેડ વિસ્તાર મા પણ સિંહો આવ્યાના વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહયા છે.તો હમણાજ માધવપુર ઘેડ મા પણ માનવ વસવાટ મા સિંહો આવી ચડયા હતા.હાલ જોવા મળેલ દિવાસા આતરોલી ના દરિયાઈ પટ્ટી વિસ્તાર નો સિંહો નો આ નઝારો કેમેરા મા કેદ થયો હતો,તો દરિયાઈ પટ્ટી મા વસવાટ કરતા લોકો ના દિલો મા ભય નો માહોલ પણ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY