Connect Gujarat
ગુજરાત

માંડવીના દરિયાકિનારે જોવા મળી વાયુ સાયકલોનની અસર

માંડવીના દરિયાકિનારે જોવા મળી વાયુ સાયકલોનની અસર
X

વાયુ સાયકલોનની અસર કચ્છના માંડવીના દરિયાકિનારે જોવા મળી છે. આજે વહેલી સવારથી દરિયા કિનારે વરસાદી માહોલ છવાયો છે અને ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. વાયુ કચ્છનાં અખાતમાં પ્રવેશતા દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. માંડવી બીચ સહેલાણીઓની પ્રથમ પસંદ હોઇ અહીં સમાન્યતઃ નીચા મોજા ઉછળતા હોય છે. પરંતુ આજે વાતાવરણમાં પલટો આવતા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બીચ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આજ સવારથી ભારે પવન સાથે ધીમીધારે વરસાદનો આરંભ થયો છે તો દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આવી સ્થિતિ ક્યારેક જ સર્જાતી હોય છે.વાયુ સાયકલોનની અસર તળે કચ્છમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. તો વાયુ વાવાઝોડાને લઈને સાવચેતીના ભાગરૂપે માંડવી બીચ છેલ્લા પાંચ દિવસથી સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો છે.

Next Story