Connect Gujarat
ગુજરાત

માં ખોડિયાર જયંતિ - વડોદરામાં ભગતે બંને હાથ અને મોઢામાં સળગતી દિવેટો મુકીને કરી માતાજીની અનોખી આરતી (વિડીયો વાયરલ)

માં ખોડિયાર જયંતિ - વડોદરામાં ભગતે બંને હાથ અને મોઢામાં સળગતી દિવેટો મુકીને કરી માતાજીની અનોખી આરતી (વિડીયો વાયરલ)
X

શ્રધ્ધાને પુરાવાની જરુર નથી - માત્ર શ્રધ્ધાના બળે માતાજીના ભક્તે અસાધારણ શક્તિનું પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા.

વડોદરા - શ્રધ્ધાને પુરાવાની જરુર નથી...આ પંક્તિને સાર્થક કરતી ઘટના ગઈકાલે વડોદરામાં જોવા મળી. વાત એવી હતી કે, ગઈકાલે ખોડિયાર જયંતિ હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં શામેલ થવા માટે સેંકડો ભક્તો ઉમટી પડ્યાં હતા. પરંતુ, એક ભક્ત એવા નિરાળા હતા કે, જેમણે આત્માની તાકાત અને માતાજીની શ્રધ્ધાના બળે એવી અસીમ શક્તિનું પ્રદર્શન કર્યું હતુ કે, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

માત્ર શ્રધ્ધાની શક્તિથી આ ભગતે ખુલ્લી તલવારને છાતીના ટેકે ઉભી રાખીને તેની ઉપર શ્રીફળ વધેર્યા હતા. એટલુ જ નહીં, પોતાના બંને હાથ અને જીભ ઉપર સળગતી દિવેટો મુકીને માતાજીની અદ્ભૂત આરતી કરી હતી.

આવી અનોખી આરતીને લોકોએ પોતાના વિડીયો કેમેરામાં કેદ કરી લીધી હતી. જોતજોતામાં આરતીનો આ વિડીયો શહેરભરમાં વાઈરલ થઈ ગયો હતો.

Next Story