Connect Gujarat
ગુજરાત

મામલતદાર અને પોલીસની ખોટી ઓળખ બતાવી લોકો પાસેથી રૂપિયા તોડ કરતી ટોળકીનો 1 આરોપી ઝડપાયો

મામલતદાર અને પોલીસની ખોટી ઓળખ બતાવી લોકો પાસેથી રૂપિયા તોડ કરતી ટોળકીનો 1 આરોપી ઝડપાયો
X

મામલતદાર અને પોલીસની ખોટી ઓળખ બતાવી લોકો પાસેથી રૂપિયા તોડ કરતી ટોળકીનો 1 આરોપી કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે બાતમીના આધારે દબોચી લીધો હતો.

પલસાણા તાલુકાના વરેલી ગામેથી સાત થી આઠ અજાણ્યા ઈસમોએ બોગસ મામલતદાર અને

પોલીસની ઓળખ આપી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા આધેડને તમાચા મારી 70 હજાર રૂપિયાનો

તોડ કરવાના પ્રકરણમાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસોએ બાતમી ના આધારે એક

આરોપીને વરેલી બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી એક મોટરસાયકલ મળી કુલ 45 હજારનો

મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગત 30 નવેમ્બર ના રોજ પલસાણા તાલુકાના વરેલી ગામે પાયલ પાર્ક સોસાયટીમાં

અનાજ કરિયાણાની દુકાન ચલાવતા સત્યનારાયણ બદ્રીપાલ શર્માની દુકાને 7 થી 8 ઈસમો

આવ્યા હતા.અને પોતે મામલતદાર અને પોલીસની ઓળખ આપી સત્યનારાયણ ને જણાવ્યું હતું કે

ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો કેમ લાવેલ છે.તેમ કહી સત્યનારાયણ ને તમાચો મારી એક

લાખ રૂપિયા નો આપવાનું કહ્યું હતું. સત્યનારાયણ એ કોઈ વ્યક્તિ પાસેથી લઈ 70 હજાર

આપ્યા હતા.

ત્યારે બોગસ મામલતદાર અને પોલીસ બની આવેલ વ્યક્તિએ સત્યનારાયણ ને બાકી ની

રકમ જલ્દી આપી દેજે નહિતર ખોટા કેસમાં ફસાવી દઈશ નું કહી ચાલ્યા ગયા હતા.જોકે આ

બાબત સત્યનારાયણ દ્વારા નજીકના કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા

પોલીસે આ બોગસ લોકોની તપાસ શરૂ કરી દીધી હતી.જોકે પોતાના બાતમીદાર ના આધારે બાતમી

મેળવી વરેલી ગામના બસ સ્ટેન્ડ નજીક થી દબોચી લીધો હતો. આ આરોપી પાસેથી પોલીસે

હોન્ડા સાઈન બાઈક સહિત કુલ 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને અન્ય આરોપી ની

પૂછપરછ હાથ ધરી હતી.

Next Story
Share it