મારી ટીમ હારે છે ત્યારે મને પણ બીજા ખેલાડીઓની જેમ દુ:ખ થાય છે : ડેન બ્રાવો

0

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સની ટીમ અને પુણેની ટીમ વચ્ચે IPL નો જંગ છેડાશે.

ઈન્ટેક્ષ કંપની દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રવિણ કુમાર, મુનાફ પટેલ તેમજ ડેન બ્રાવો અને ખુદ ઈન્ટેક્ષ કંપની ના માલિક કેશવ બંસલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયામાં હાલમાં જ સારૂ પર્ફોમન્સ આપનારા રવિન્દ્ર જાડેજા મેચ રમી નથી રહ્યા તેમજ ડેન બ્રાવો ઈન્જરી હોવાના કારણે રમી શકતા નથી. ત્યારે ટીમ લાયન્સને મોટો ફટકો પડયો છે.

ડેન બ્રાવોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભલે હુ અત્યારે મેદાન પર રમી નથી રહ્યો પરંતુ હું પોતે ફિલ કરી રહ્યો છુ કે મારી ટીમ કઈ રીતે રમી રહી છે. મારી ટીમ હારે છે ત્યારે મને પણ બીજા ખેલાડીઓની જેમ દુ:ખ થાય  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here