માર્ગ સંપર્ક ખોરવાયો છે એવા જિલ્લાના ૨ ગામોમાં હોડી દ્વારા ફૂડ પેકેટ્સ પહોંચાડવાનો જિલ્લા પ્રશાસને કર્યો પ્રબંધ

જિલ્લા કલેક્ટરએ તમામ ગામો સાથે સતત સંપર્ક જાળવવા તાલુકા તંત્રોને તાકીદ કરી
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારે થી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની ચેતવણીના અનુસંધાને તાલુકા વહીવટી તંત્રોને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા,સતર્કતા જાળવવા,જિલ્લા નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્ક જાળવવા અને તમામ ગામો સાથે એક યા બીજા પ્રકારે સંપર્ક જાળવી રાખવા તાકીદ કરી છે.
તેના અનુસંધાને આજે પાદરા તાલુકાના ઠીકરિયા મુબારક અને વડોદરા તાલુકાના મુજાર ગામડી સાથે માર્ગ વ્યવહાર કપાઈ જતા,તાલુકા તંત્રોએ આ ગામો સાથે ટેલિફોનિક સંપર્ક જાળવી રાખીને બચાવ રાહતના જરૂરી પગલાં લીધા છે.વિશ્વામિત્રી અને કાંસ ના પાણીને લીધે આ ગામોમાં રસ્તા માર્ગે જવાનું અટકી પડ્યું છે.
તેને અનુલક્ષીને તાલુકા તંત્રો દ્વારા આ ગામો સાથે ટેલિફોનિક સંપર્ક સતત જાળવી રાખ્યો છે.હાલમાં માર્ગ સંપર્કના અભાવ સિવાય આ ગામોમાં અન્ય કોઈ પ્રકારની તકલીફ જણાતી નથી.
જિલ્લા કલેકટર ની સૂચના પ્રમાણે અને સ્થાનિક લોકોની જરૂરિયાત જાણીને પાદરા તાલુકા વહીવટી તંત્ર એ ઠીકરિયા મુબારક ગામે 400 જેટલા ફૂડ પેકેટ્સ હોડી જેવા વિકલ્પો દ્વારા મોકલવાનો પ્રબંધ કર્યો છે.જેમાં બિસ્કિટ,પુરી શાક,વઘારેલી ખીચડી,કેળા, પાણીની બોટલ્સ અને દાળ-ચોખાનો સમાવેશ થાય છે.
વડોદરા તાલુકા પ્રશાસન દ્વારા મુજાર ગામડી ગામે 300 ફૂડ પેકેટ્સ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સૂકો નાસ્તો,પાણી,બિસ્કિટ અને જરૂરી દવાઓનો સમાવેશ થાય છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT