Connect Gujarat
ગુજરાત

માળીયા મિંયાણા પોલીસે જાહેરમા આરોપીને બેરહેમીથી લાકડીઓનો માર મારતો વિડીયો થયો વાયરલ

માળીયા મિંયાણા પોલીસે જાહેરમા આરોપીને બેરહેમીથી લાકડીઓનો માર મારતો વિડીયો થયો વાયરલ
X

માળીયા મિંયાણા પોલીસ મથકમા પીએસઆઈ અને ડી સ્ટાફ પ્રજાના રક્ષક બનવાના બદલે ભક્ષક બન્યા હોય તેમ સરાજાહેર ખાખીની લુખ્ખાગીરી અને ગુંડાગીરીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાની લોક ફરીયાદ ઉઠી છે. ત્યારે તાજેતરમા એક પેરોલ પર આવેલ આરોપીની ખોજા ઈસમ સાથે માથાકુટ થતા માળીયા મિંયાણા પોલીસે આરોપીને ઝડપી મેઈન બજારમા સરધસ કાઢી જાહેરમા આડેધડ બિભત્સ ગાળો બોલતા બોલતા આડેધડ બેરહેમી પુર્વક લાકડીઓ મારી પોલીસે બહાદુરી દેખાડતો વિડીયો વાયરલ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

જ્યારે તાજેતરમા જ બીજા બનાવમા એક મોરબી તાલુકામા નોંધાયેલ ગુન્હાના આરોપી હાથમા ન આવતા પોલીસને સુરાતન ચડયુ હતુ અને આરોપીની હાઈવે પર આવેલ હોટલમા તોડફોડ કરી ત્યા બેસેલા બાર વર્ષના સગીર બાળકને લાકડીઓ વિંઝી બહાદુરી બતાવી હોવાનુ પણ લોકો પાસેથી જાણવા મળ્યુ છે. ત્યારે આ ખુલ્લેઆમ લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા પીએસઆઈ અને હવામા ઉડતા ડી.સ્ટાફ સામે મોરબી જીલ્લા પોલીસ વડા કેમ ચુપકીદી સેવી રહયા છે તેવી લોક ચર્ચા જાગી છે ત્યારે એક જાગૃત નાગરીક દ્વારા પોલીસની લુખ્ખાગીરી અને અન્યાય સામે ગુજરાત પોલીસ વડાને ઉગ્ર પુરાવા સાથે રજુઆત કરવામા આવશે તેવુ જાણવા મળ્યુ છે.

Next Story