વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટે ઇસરોના મિશન ગગનયાન માટે રૂ. ૧૦,૦૦૦ કરોડ મંજૂર કર્યા.

વડાપ્રધાન મોદીની  અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ISROના મિશન ગગનયાન માટે કેબિનેટે 10 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ મિશન હેઠળ 3 ભારતીયો 7 દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે. મંજુરી બાદ આ યોજનાને 40 મહિનાની અંદર લોન્ચ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર મિશન ગગનયાનની જાહેરાત કરી હતી અને આઝાદીના 75માં વર્ષે ભારત અંતરિક્ષમાં માનવ મશીન સાથે ગગનયાન અંતરિક્ષમાં મોકલશે. આ પ્રોજેક્ટની ડેડલાઇન 2022 છે જેને અંતરિક્ષ એજન્સી કોઇ પણ સંજોગોમાં સમયસર પુર્ણ કરવા માંગે છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here