Connect Gujarat

મુંબઇ: કાંદીવલીમાં હિરાનંદાની ટાવર્સમાં લાગી આગ

મુંબઇ: કાંદીવલીમાં હિરાનંદાની ટાવર્સમાં લાગી આગ
X

મુંબઇ કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં આવેલ હિરાનંદાની ટાવર્સમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. ગુરૂવારે મળેલી સૂચના બાદ ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

કયા કારણથી આગ લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી. મળતી માહિતી મુજબ ગુરૂવારે બપોરે 1 વાગ્યે બિલ્ડીંગના 32મા માળે આગ લાગી હતી.

આ બિલ્ડીંગમાં બે બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ લેવલ અને 32 માળ છે. પરંતુ આગ હજી સુધી 32મા માળ સુધી સીમીત છે. ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

Next Story
Share it