Connect Gujarat

રાફેલ ડીલ મામલે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો

રાફેલ ડીલ મામલે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો
X

ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા રાફેલ ડીલ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ લાગવ્યો હતો કે યુપીએ સરકારના શાસનકાળમાં એરફોર્સને મજબૂત કરવા માટે 126 એરક્રાફ્ટ ખરીદવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યારે મોદી સરકારે માત્ર 36 જ રાફેલ ખરીદ્યા છે.

કોંગ્રેસે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન સામેના પડકારો માટે ભારત આટલા રાફેલ સાથે કેવી રીતે સજ્જ થશે.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર જે રાફેલનો સોદો કરવાની હતી. તેમાં 108 એરક્રાફ્ટ દેશમાં બનાવવાના હતા. જ્યારે મોદી સરકારે બધા જ ફ્રાન્સથી મંગાવ્યા છે. આ ડીલમાં મેક ઇન ઇન્ડિયા જ ગાયબ થઇ ગયું છે. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભૂતપૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસી નેતા એ.કે.એન્ટોની અને મનિષ તિવારીએ સરકાર પર આ આક્ષેપો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારત અને ફ્રાન્સના રક્ષામંત્રીઓ વચ્ચે રાફેલ એરક્રાફ્ટ ડીલ સાઇન કરવામાં આવી હતી.

Next Story
Share it