Connect Gujarat

મુંબઇમાં ઉદ્યોગપતિ શેખર બજાજના ઘરે લાગી આગ, 2 નોકરના મોત

મુંબઇમાં ઉદ્યોગપતિ શેખર બજાજના ઘરે લાગી આગ, 2 નોકરના મોત
X

દક્ષિણ મુંબઇમાં કફ પરેડ સ્થિત મેકર ટાવરમાં મંગળવારે સવારે 20મા માળે ઉદ્યોગપતિ શેખર બજાજના ફ્લેટમાં આગ લાગી ગઇ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં શેખર બજાજના પરિવારના બધા જ સભ્યો સુરક્ષિત છે. જ્યારે ઘરના બે નોકરના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.

fire-house-moss_101816105530

આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે તરત જ આગ પર કાબુ મેળવી લીધો હતો.

મળતી માહિતી મુજબ આગ સવારે સાડા છ વાગ્યાની આસપાસ લાગી હતી. 20મા માળે લાગેલી આગ 21મા માળ સુધી પહોંચી ગઇ હતી. તેમજ સર્વન્ટ ક્વાટર્સમાં પણ આગ ફેલાતા બે નોકરોના મોત થયા હતા. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી.

Next Story
Share it