Connect Gujarat

મુંબઇ-ગોવા હાઇવે પરનો પુલ તૂટ્યો, બે બસો સહિત અન્ય વાહનોની જળસમાધિ

મુંબઇ-ગોવા હાઇવે પરનો પુલ તૂટ્યો, બે બસો સહિત અન્ય વાહનોની જળસમાધિ
X

મહારાષ્ટ્રમાં મુંબઇ-ગોવા હાઇ વે પર સાવિત્રી નદી પરનો એક ખૂબ જ જૂનો બ્રિજ તૂટી પડતા લગભગ 15 ગાડીઓ નદીમાં પડી જવાની જાણકારી મળી રહી છે. આ દુર્ઘટનામાં 22 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે.

a193100f-bccf-4b9f-a302-246f111cb83d

અત્યાર સુધી વાહનો અંગે જાણકારી મળી નથી. બસો અને અન્ય વાહનોમાં કેટલા લોકો સવાર હતા તે અંગે પણ કોઇ જાણકારી મળી નથી. બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

34fc95a7-b067-4392-bb0d-5b54503fa280

રિપોર્ટસ અનુસાર આ દુર્ઘટના રાત્રે 12 વાગ્યે બની હતી. મુંબઇ-ગોવા હાઇ વે પર મહાડ ટોલનાકા પાસે સાવિત્રી નદી પરનો પુલ તૂટી ગયો હતો અને પુલ પરની ગાડીઓ સાવિત્રી નદીમાં ખાબકી હતી.

આ અંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટવિટ કરીને જણાવ્યું હતુ કે સાવિત્રી નદી પર બે પુલ હતા કે અંગ્રેજોના જમાનાનો જૂનો અને બીજો નવો. જેમાંથી જૂનો પુલ તૂટી ગયો છે.

ac778be3-b9ca-41cf-8bc7-71e80cde03e0

તેમણે આગળ ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું હતું કે મહાબલેશ્વરમાં ભારે વરસાદ થવાથી સાવિત્રી નદીમાં પાણીનું દબાણ વધી જતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જણાય છે.

3a466a49-6bc4-490e-8682-22ba8d9fa5a4

Next Story
Share it