Top
Connect Gujarat

મુંબઈમાં સીએનજી ગેસ લિકેજ થતા અફડાતફડી

મુંબઈમાં સીએનજી ગેસ લિકેજ થતા અફડાતફડી
X

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ગેસ લિકેજ થતા નાશભાગ મચી ગઈ હતી. પેટ્રોલ પંપ માંથી થયેલા ગેસ લિકેજ બાદ રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા હતા.

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં સીએનજી પંપ પર અચાનક ગેસ લિકેજ થયો હતો. જેના કારણે સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા નજીકનાં રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. અને ફાયર બ્રિગેડનાં લાશ્કરો દ્વારા ગેસ લિકેજને અટકાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કોઈ મોટી દુર્ધટના ન સર્જાય તેના માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વિજળી સપ્લાય પણ ઠપ કરી દેવામાં આવ્યો છે અને ગેસનો ઉપયોગ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Next Story
Share it