Connect Gujarat

મુખ્યમંત્રી કેજરીવાલની MCD ચૂંટણીને લઈને જાહેરાત,એક વર્ષમાં દિલ્હીને લંડન બનાવશે

મુખ્યમંત્રી કેજરીવાલની MCD ચૂંટણીને લઈને જાહેરાત,એક વર્ષમાં દિલ્હીને લંડન બનાવશે
X

દિલ્હીમાં MCD ચૂંટણી નજીક આવી રહી છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જણાવ્યુ હતુ કે નવા વર્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીને લંડન જેવું બનાવી દેવામાં આવશે.

કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે અમારી સરકારે બે વર્ષમાં દિલ્હીમાં જેટલું કામ કર્યું છે તેટલુ કામ ભાજપ સરકાર 10 થી 15 વર્ષમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નથી કરી શકી, અમે જો દિલ્હી કોર્પોરેશન ચૂંટણી જીતી ગયા તો અમે દિલ્હીમાં ચારચાંદ લગાડી દઈશું અને એક વર્ષમાં દિલ્હીને લંડનની જેમ બનાવી દઈશુ.

Next Story
Share it