મુખ્યમંત્રી દ્વારા નાયબ CM સહિત મંત્રીઓ ને જિલ્લા ના પ્રભારી ની જવાબદારી સોંપાય

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ ને જિલ્લા ના પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે,વર્ષ 2017 માં વિધાન સભા ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે અત્યારથી જ ચૂંટણી લક્ષી કામગીરી ની શરૂઆત કરી હોવાનું કહેવાય રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના ના લોકાર્પણ થકી ભાજપે વર્ષ 2017માં વિધાનસભા સર કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધી હતી,જયારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ને જિલ્લાવાર પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે.
મંત્રી ના નામ | પ્રભારી જીલ્લા |
નીતિનકુમાર પટેલ | વડોદરા, રાજકોટ |
(નાયબ મુખ્યમંત્રી) |
|
ભુપેન્દ્રસિંહ ચુડાસમા | આણંદ, ખેડા |
ગણપતભાઈ વસાવા | તાપી, વલસાડ, ડાંગ |
ચીમનભાઈ સાપરિયા | દેવભૂમિ દ્વારકા, જુનાગઢ |
બાબુભાઈ બોખીરીયા | ગીર સોમનાથ, જામનગર |
આત્મારામ પરમાર | સુરેન્દ્રનગર |
દિલીપકુમાર ઠાકોર | મહેસાણા, બનાસકાંઠા |
જયેશકુમાર રાદડિયા | સુરત |
શંકરભાઈ ચૌધરી | અમદાવાદ, અરવલ્લી |
પ્રદીપસિંહ જાડેજા | ભરૂચ, દાહોદ |
જયંતિભાઈ કવાડિયા | પોરબંદર, અમરેલી |
નાનુભાઈ વાનાણી | પંચમહાલ |
પરષોત્તમભાઈ સોલંકી | સુરેન્દ્રનગર (સહપ્રભારી) |
જશાભાઈ બારડ | ભાવનગર |
બચુભાઈ ખાબડ | નર્મદા |
જયદ્રથસિંહજી પરમાર | મહીસાગર |
ઈશ્વરસિંહ પટેલ | નવસારી |
વલ્લભભાઈ કાકડિયા | સાબરકાંઠા |
રાજેન્દ્ર ત્રિવેદી | કચ્છ |
કેશાજી ચૌહાણ | પાટણ |
રોહિતભાઈ પટેલ | મોરબી |
વલ્લભભાઈ વધાસિયા | બોટાદ |
નિર્મલાબેન વાધવાણી | ગાંધીનગર |
શબ્દશરણ તડવી | છોટાઉદેપુર |