Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે સુશાસન દિવસની ઉજવણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે સુશાસન દિવસની ઉજવણી
X

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આપી જાણકારી

રાજ્યના

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આવતીકાલ તા.૨૫-૧૨-૨૦૧૯ને મંગળવારના રોજ

વડોદરા એપીએમસી ખાતે સુશાસન દિવસ નિમિત્તે કૃષિ પેકેજ હેઠળ લાભાર્થી ખેડૂતોને સહાય

વિતરણ, મહાનગરપાલિકાના

વિવિધ વિકાસના લોકાર્પણ સહિતના કાર્યક્રમમોમાં વડોદરામાં હાજરી આપવાના છે તે

સંદર્ભે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા એમ કુલ પાંચ

જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજનુ વિતરણ કરશે. ઉપરાંત ચીખોદરા ખાતે અંદાજિત રૂ.

૩૨ લાખના ખર્ચે નિર્મિત જળ શુદ્ધિકરણ પ્લાંટનું લોકાર્પણ કરશે.

પ્રકારના પ્લાંન્ટ સામાન્ય રીતે મોટા શહેરોમાં જોવા મળે છે. પરંતુ નાના ગામડાંમાં

કદાચિત રાજ્યનો આ પ્રથમ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાંન્ટ હશે. સેવાકિય સંસ્થા, ગ્રામલોકો સહિતના સહયોગથી નિર્માણ

પામેલ આ પ્લાંટ પર ડે એક લાખ લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પાણી

ઉદ્યોગકારો અને ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ચીખોદરાના

ગ્રામલોકોની પણ મુલાકાત કરશે.

વધુમાં

તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને

ખાતમૂહુર્ત કરશે. તેમજ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતેના એક કાર્યક્રમમાં હાજરી

આપશે. આ કાર્યક્રમો દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શહેરી અને નર્મદા વિકાસ મંત્રી

યોગેશ પટેલ, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ સહિત શહેર-જિલ્લાના ધારાસભ્યઓ હાજરી આપશે

મુખ્યમંત્રી

વિજય રૂપાણીના નિયત થયેલા કાર્યક્રમ મુજબ સવારે ૧૦.૦૦ કલાકે એપીએમસી, સયાજીપુરા ખાતે કિશાન સંમેલનમાં

હાજરી આપશે. ત્યાર બાદ સવારે ૧૧.૧૫ કલાકે ચીખોદરા ખાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને

રીસાક્લીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કરશે. એમ.એસ. યુનિવર્સિટી ખાતે સવારે ૧૧.૪૫ કલાકે મુખ્યમંત્રીના

હસ્તે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલીસી રીચર્ચ એન્ડ ઈન્ટરનેશનલ

સ્ટડીઝના નામાભિકરણ અને લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત નવલખી મેદાન ખાતે બપોરે 0૨.00 કલાકે મહાનગરપાલિકાના વિવિધ

વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

Next Story
Share it