Connect Gujarat
ગુજરાત

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ મહાનગર પાલિકાના પાણી પુરવઠાની સમિક્ષા કરી

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ મહાનગર પાલિકાના પાણી પુરવઠાની સમિક્ષા કરી
X

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતીની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ મહાનગર પાલિકાના પાણી પુરવઠાની સમિક્ષા કરી" ids="93741,93742,93743,93744"]

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની સહ ઉપસ્થિતીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, પાણી પુરવઠા, શહેરી વિકાસના અગ્ર સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને સચિવશ્રી સહિતના વરિઠ અધિકારીઓ પણ ચર્ચામાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી.

રાજ્ય સરકારે આગામી જુલાઇ માસ સુધી પીવાના પાણીની પુરતી ઉપલબ્ધી માટે કરેલા આયોજન સંદર્ભમાં શહેરી ક્ષેત્રોમાં સ્થાનિક સત્તાતંત્રોની સજ્જતા-આયોજન અંગે પણ આ બેઠકમાં સમીક્ષા અને ચર્ચા-વિચારણ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયરશ્રીઓ, સ્ટેન્ડીંગ કમિટિ અધ્યક્ષો, કમિશનરશ્રીઓ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story