મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડોદરાની વરસાદી સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોચ્યા

વડોદરા શહેરમાં વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ-રાહત કામગીરીની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ હળવી બનતા જનજીવન પૂર્વવત થઇ રહયું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સંકટની આ ઘડીમાં રાજય સરકાર વડોદરા વાસીઓની પડખે ઊભી રહી છે. એટલું જ નહીં રાજય સરકાર દ્વારા પુન: સ્થાપન કામગીરી માટે જરૂરી તમામ સહાય કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડોદરાની વરસાદી સ્થિતિનો તાગ મેળવવા રાજકોટથી સીધા જ હવાઇ માર્ગે વડોદરા પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડોદરા શહેરમાં જળ પ્રકોપને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ-રાહત કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં આગામી બે દિવસમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી સોમવારથી કેશડોલ્સ ચૂકવવાની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ જે ઘરોમાં નુકસાન થયું છે તેનો સર્વે કરી ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શહેરમાં ૨૦ થી વધુ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. આ પાણીના નિકાલ માટે એકસોથી વધુ ડી-વોટરીંગ પંપ દ્વારા બે દિવસમાં પાણીનો નિકાલ કરાશે.
એમ.જી.વી.સી.એલ.દ્વારા શનિવાર સાંજ સુધીમાં બાકી તમામ વિસ્તારોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં સોમવારથી શાળા-કોલેજો પુન: શરૂ કરવામાં આવશે. ભારે વરસાદથી શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્રની ૯૮ જેટલી સંયુકત ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહી શહેરના રસ્તાઓની સાફ સફાઇ માટે આજથી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોને રૂા.ચાર લાખની સહાય ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડોદરામાં ઊભી થયેલી પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા સહિત જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે મોટી જાનહાનિ થતી અટકી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે શહેરમાં પુન:સ્થાપનની કામગીરીને વેગવાન બનાવવા ઉપયોગી સુચનો કર્યા હતા. આ બેઠકમાં નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ, મેયર, સાંસદ, ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા.
જિલ્લા કલેકટરે વડોદરામાં અતિભારે વરસાદ અને પૂરની આપદા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકા પ્રશાસનને પોલીસ તંત્ર, એન.ડી.આર.એફ. સહિતની સંસ્થાઓની મદદથી વ્યાપક સ્તરે કરવામાં આવેલી બચાવ અને રાહતની કામગીરીની વિગતવાર જાણકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આપી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે,
- આપદામાં ફસાયેલા ૬૯૯૮ વ્યકિતઓનું રેસ્કયુ કરવાની સાથે ૪૦૧૯ વ્યકિતઓને સલામત સ્થળે ખસેડીને ૨૨ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો. તેમને ખોરાક,પાણી અને આરોગ્યની જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી.
- પ્રથમ દિવસે ૮૩૦૦૦ અને બીજા દિવસે ૮૧૦૦૦ ફૂડ પેકટસનું વિતરણ કરવામાં આવ્યું,ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને મંડળોએ માનવતાના આ ઉમદા કામમાં ખૂબ સહયોગ આપ્યો.
- સ્થળાતંરીતોને સવાર સાંજ ગરમ ભોજનની સુવિધા આપવામાં આવી
- વીજ અકસ્માતો ટાળવા લો-લાઇન એરીયાના ૫૯ ફીડર બંધ કરવામાં આવ્યા હતા. આ તમામ ફીડરો તબકકાવાર ચાલુ કરવામાં આવ્યા છે. જેની સાથે પાણી-પુરવઠાનું વિતરણ પણ ચાલુ થઇ શકયું છે.
- બરોડા ડેરીના ૧૪૦ જેટલા વાહનોની મદદથી આજે ૪.૫૦ લાખ લીટર દૂધનું શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યું
- મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્રની ૯૮ મેડીકલ ટીમો દ્વારા અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
- શહેરમાં સફાઇ કામગીરી માટે ૫૭ ટીમોમાં ૨૦૮૬ સફાઇ કામદારો સફાઇનું કામ કરી રહયા છે
- સફાઇ અને ઘનકચરાના નિકાલમાં સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો યંત્રો,સાધનસામગ્રી અને માનવસંપદા સહિત વડોદરાની મદદે
- શહેરના ૫૦ એસ.ટી.પી.કાર્યરત
- શહેરમાં બચાવ-રાહતની કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ૧૧,એસ.ડી.આર.એફની ૦૫ અને આર્મીની ૦૨ ટીમ કાર્યરત
વડોદરા પ્રશાસનનો સમૃધ્ધ અનુભવ ધરાવતા સનદી ઉચ્ચ અધિકારી ર્ડા.વિનોદ રાવે જણાવ્યું કે પ્રશાસનની સતર્કતાને લીધે સ્થળાંતરના અભાવે કોઇપણ મૃત્યુ થયું નથી.વડોદરા ફાયર બ્રિગેડે સ્વતંત્ર રીતે બચાવ અને સ્થળાંતરની શ્રેષ્ઠ કામગીરી કરી છે. સફાઇ કામદારોએ પોતાના ઘરો પ્રભાવિત થવા છતાં અનોખી ફરજ પરસ્તી દાખવી છે.
જિલ્લાના પ્રભારી સચિવ લોચન સહેરાએ સુરત-અમદાવાદ મહાનગરપાલિકાઓ સાથે સફાઇ કચરાના નિકાલ માટે સંકલિત કામગીરીની વિગતો આપી હતી. એન.ડી.આર.એફ. અને સેનાના પ્રવકતાઓ, એમ.જી.વી.સી.એલ.ના રાજેશ માંજુએ તેમની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી આપી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT