Connect Gujarat

મુલાયમ સિંહ યાદવે અખિલેશ અને રામગોપાલને 6 વર્ષ સુધી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

મુલાયમ સિંહ યાદવે અખિલેશ અને રામગોપાલને 6 વર્ષ સુધી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
X

યુપીમાં સપા પરિવારમાં ચાલી રહેલા ઘમાસાણે મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે. મુલાયમ સિંહ યાદવે નોટી જાહેર કરતા મુખ્યમંત્રી અખિલે યાદવને પૂછ્યું તમને પાર્ટીમાંથી કેમ દૂર કરવામાં આવે. મુલાયમે કહ્યું પાર્ટીથી અલગ જઈ તમે પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કર્યું જેથી તમારા પર શા માટે કાર્યવાહી કરવામાં આવે.

યુપીમાં સપા પરિવારમાં છેલ્લા ણા સમયથી ચાલી રહેલા ઘમાસાણે મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી દૂર કર્યા છે. રામગોપાલ યાદવને મીટિંગ બોલાવવાનો હક નથી તે કહેતા મુલાયમે તેમને પણ પાર્ટીમાંથી 6 વર્ષ માટે દૂર કર્યા છે. રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક નથી થઈ, મને પૂછવામાં પણ નથી વ્યું અને રામગોપાલે રાષ્ટ્રીય અધિવેશન બોલાવી લીધુ. પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું રામગોપાલ યાદવ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું ભવિષ્ય પૂર્ણ કરી હ્યા છે. મુખ્યમંત્રી મારી પાસેથી પણ કોઈ રાય નથી લેતા, સમજી થી રહ્યા.

ઉલ્લેખનિય છે કે મુલાયમ સિંહ યાદવે સવારે 10 વાગે તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે. કાલે રાત્રે અખિલેશ યાદવે શિવપાલ યાદવના લીસ્ટથી અલગ 235 ઉમેદવારોની લીસ્ટ જાહેર કરી હતી. પહેલા એક કાર્યક્રમમાં અખિલેશે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી મારી છે, હુ શા માટે તેને તોડુ, કેટલીક સીટોને લઈને મતભેદ છે, આશા રાખુ છુ કે તે દૂર થશે.

Next Story
Share it