Connect Gujarat
ગુજરાત

મૂલનિવાસી સંઘ દ્વારા ભરૂચ સિવિલના ખાનગી કરણ મુદ્દે આવેદન 

મૂલનિવાસી સંઘ દ્વારા ભરૂચ સિવિલના ખાનગી કરણ મુદ્દે આવેદન 
X

ભરૂચની સિવિલ હોસ્પિટલ એક રૂપિયાના ટોકનથી ખાનગી સંસ્થાને પધરાવી દેવાના વિવાદમાં મૂલનિવાસી સંઘ પણ મેદાનમાં આવ્યું છે. ભરૂચ મૂલ નિવાસી સંઘે આ અંગે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચમાં રૂપયા પ૦૦ કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનાવવા સિવિલ હોસ્પિટલ માત્ર એક રૂપયાના ટોકન ભાડાથી ખાનગી સંસ્થાને પધરાવી દેવાનો વિવાદ ચાલે છે. ભરૂચ મૂલનિવાસી સંઘના પરેશ મહેતા સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટરના આવેદન આપી તેની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સિવિલ હોસિ્પટલએ રાષ્ટ્રીય સંપત્તિ છે. સરકારે જાતે ત્યાં મેડીકલ કોલેજ ઉભી કરવી જાઇએ તેના સ્થાને માત્ર એક રૂપયાના ટોકન ભાડાથી ખાનગી સંસ્થાને સિવિલ હોસિ્પટલ આપી સરકારે પોતાની વહિવટીય નિષ્ફળતા બતાવી છે તેવોઆક્ષેપ આવેદનમાં કરાયો છે.

Next Story
Share it