Connect Gujarat
ગુજરાત

મેક્સિકો એરપોર્ટ પર થયું પ્લેન ક્રેશ :૮૫ ઘાયલ

મેક્સિકો એરપોર્ટ પર થયું પ્લેન ક્રેશ :૮૫ ઘાયલ
X

પ્લેનમાં ૯૨ પેસેન્જર્સ તેમજ ચાર ક્રૂ મેમ્બર્સ સવાર

ઉત્તરી મેક્સિકોમાં ભારે કરા સાથેના વરસાદમાં એરોમેક્સિકોની ફ્લાઈટ ટેકઓફ સમયે જ ક્રેશ થતાં ૮૫ લોકોને ઈજા પહોંચી છે. પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ડુરાંગો અને મેક્સિકો શહેર વચ્ચે ઉડી રહેલું એમ્બ્રાર ૧૯૦ એરક્રાફ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે ૪ (૨૧.૦૦ GMT) ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ૯૨ પેસેન્જર્સ તેમજ ચાર ક્રૂ મેમ્બર્સ સવાર હોવાનું મેક્સિકોના પરિવહન મંત્રી જેર્રાર્ડો રુઈઝ એસપ્રાઝો જણાવ્યું હતું. આ ફ્લાઈટમાં કોઈનું મૃત્યુ થયું નથી તેમ ડુરાંગો સ્ટેટનાગ ર્વનર જોસ રોઝસે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ૪૯ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે બાકીના લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી અપાયા હતા. પ્લેનના ઈમર્જન્સી લેન્ડિંગ બાદ તે આગના ગોળામાં તબદીલ થઈ ગયું હતું પરંતુ સદનસીબે કોઈ દાઝયું ન હતું.

ઉલ્લેખનીય છે કે જુલાઈ ૧૯૮૧માં એરોમેક્સિકોની ફ્લાઈટ ખરાબ હવામાનને લીધે ઉત્તરી ચીહુઆહુઆ ખાતે ક્રેશ થતાં ૩૨ લોકોનાં મોત થયા હતા.

Next Story