Connect Gujarat
ગુજરાત

મેઘ મહેર : અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદ, ભારે વરસાદની કરાઈ આગાહી.

મેઘ મહેર : અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદ, ભારે વરસાદની કરાઈ આગાહી.
X

રાજ્યમાં હવામાન વિભાગના મતે ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગત રવિવારના રોજ અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ૨ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ૨ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવાઇ છે.

ગત તા. ૨૩મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના નિઝરમાં ૪૮ મિમિ વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી જિલ્લાના સોનગઢમાં ૨ મિમિ વરસાદી ઝાપટા આવ્યા હતા, કુકરમુંડામાં ૩ મિમિ વરસાદ નોંધાવા પામ્યો હતો અને ડાંગ જિલ્લાના આહવામાં ૩ મિમિ વરસાદ તેમજ સુબીરમાં ૬ મિમિ વરસાદ નોંધાયો હતો.

ગત રવિવારે રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના ૧૯ જેટલા જિલ્લાઓ અને ૬૬ જેટલા તાલુકાઓમાં વરસાદમાં નોંધપાત્ર વધારો રહ્યો છે. રાજ્યના ૬૬ તાલુકામાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હાલ રાજ્યભરમાં વરસાદની સિઝન આવી ગઈ હોવા છતાં ચોમાસુ નહિવત હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ હવે આવનાર દિવસોમાં સારો એવો વરસાદ વરસે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

Next Story