Connect Gujarat
ગુજરાત

મોટામીંયા માંગરોલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ અને યુવા આદ્યત્મિક ચિંતન સંમેલન યોજાયું

મોટામીંયા માંગરોલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ અને યુવા આદ્યત્મિક ચિંતન સંમેલન યોજાયું
X

ત્રણ વર્ષમાં ડો.પીર સૈયદ મતાઉદ્દીન પીરઝાદા એ 61000 લોકોને વ્યસન મુક્ત કર્યા

મોટામીંયા માંગરોલ ખાતે તારીખ 31મી મે ના રોજ રાષ્ટ્રનિર્માણ યોજના અંતર્ગત વિશ્વ તમાકુ નિષેધ દિન અને યુવા આદ્યાત્મિક ચિંતન શિબિરનું આયોજન પાલેજના ચિશ્તીયા ખાનદાન નાં ડો.પીર સૈયદ મતાઉદ્દીન પીરઝાદાની ઉપસ્થિતિ માં યોજાયો હતો.

આ શિબિર માં ભરૂચ,સુરત,વડોદરા જીલ્લા સહિત આદિવાસી વિસ્તારના પટ્ટા ઉપરથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ રહી વ્યસન મુક્તિ નાં શપથ લઈ રાષ્ટ્રીય નિર્માણ કાર્યક્રમ ને સફળ બનાવવા ભગીરથ પ્રયાસો હાથધર્યા હતા.

b9008791-0dcb-4f92-af2f-7e96e891e1f2

ભરૂચ,સુરત,વડોદરા નાં વ્યસનમુક્તિ વિષયના તજજ્ઞો તથા આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વ્યસનમુક્તિ થી થતા લાભો અને આરોગ્ય ની જાળવણી માટે લાભદાયી પ્રવચનો કર્યા હતા.

ડો.પીર સૈયદ મતાઉદ્દીન પીરઝાદા દ્વારા જન કલ્યાણ પ્રવૃત્તિઓ સાથે જીવદયા,ઘરે ઘરે ગાયો પાળો,અને દેશમાં એકતા,એખલાસ,એકસંપ અને અખંડીતતા ની પ્રવૃત્તિઓ સાથે છેલ્લા ત્રણ વર્ષ થી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિ ઓમાં વ્યસનમુક્તિ માટે પ્રયાસો કર્યા છે.વધુ માં તેઓએ અત્યાર સુધીમાં 61000 લોકોને વ્યસન થી મુક્ત કર્યા છે.

Next Story
Share it