Top
Connect Gujarat

મોડાસા: સજાપુર ગામના ખેડૂતે જમીનની લેતી-દેતી મામલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

મોડાસા: સજાપુર ગામના ખેડૂતે જમીનની લેતી-દેતી મામલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
X

મોડાસા તાલુકાના સજાપુર ગામના ખેડૂતે જમીનની લેતી-દેતી મામલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટમાં સારવાર લઇ રહેલા ખેડૂત હાલ જીવન મરણ વચ્ચે જજૂમી રહ્યો છે, જમીનની લેતી-દેતી મામલે ફસાઈ જતાં આખરે જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પીતા પહેલા ખેડૂતે સુસાઈડ નોટ લખી જેમાં મોડાસાના તબીબનો ઉલ્લેખ કર્યો છે,પીડિતના પરિવારજનોના આક્ષેપ મુજબ મોડાસાના એક તબીબ બે ત્રણ વર્ષ અગાઉ ભોગ બનનારા ખેડૂતને સાક્ષી રાખી એક જમીન માલિક પાસે થી 60 વિધા જમીનનો સોદો કર્યો હતો.

જેતે વખતે આ જમીનના સોદા ના બાના પેટે 12.5 લાખ રૂપિયા જમીન માલિકને આપ્યા હતા.અને એક માસની અંદર જમીનો દસ્તાવેજ કરી તબીબના નામે કરાવી આપવાની શર્ત હતી. જોકે બે થી ત્રણ વર્ષનો સમય વિતવા છતાં બીબના નામે જમીન ન થઇ.અને તબીબે પીડિત ખેડૂતને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ. ખેડૂતને ત્રાસ સહન ન થતાં આખરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર મામલે મોડાસા ગ્રામ્ય પોલિસે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પીડિત ખેડૂત મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.પરિવારજનો ન્યાયની રાહ જોઇ મીટ માંડી બેઠા છે.

Next Story
Share it