જીએસટી કાઉન્સિલની 32મી બેઠક ગુરુવારે યોજાઇ હતી. આ બેઠકમાં મોદી સરકાર દ્રારા અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જીએસટીમાં રજિસ્ટ્રેશનની મર્યાદાને વધારવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે રજિસ્ટ્રેશનની મર્યાદાને 20 લાખથી વધારીને 40 લાખ સુધી કરી દીધી છે. આ સિવાય કાઉન્સિલે કેરળમાં આવેલા પૂર માટે 1 ટકા સેસ લાદવાની પણ મંજૂરી આપી દીધી છે, આ સેસ ઇન્ટ્રા સ્ટેટ વેચાણ પર લાદવામાં આવશે અને બે વર્ષથી સુધી સરકાર સેસ દ્વારા કર વસૂલી શકશે.

જીએસટી કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમ માટેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. કમ્પોઝિશન સ્કીમ માટેની મર્યાદાને પણ 1 કરોડ થી વધારીને 1.5 કરોડ કરવામાં આવી છે. આ સાથે કેટલાક નિર્ધારીત રાજ્યોમાં રજિસ્ટ્રેશનની મર્યાદાને 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.

આ સિવાય એમએસએમઇને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપી દીધી છે. આનો અર્થ એ છે કે, 1 એપ્રિલ 2019થી આ વેપારીઓને વર્ષમાં 1 જ વાર રિટર્ન ભરવાનું રહેશે. એટલે કે એમએસએમઇ સેક્ટરે ત્રીમાસિક ટેક્સ ભરવો પડશે જો કે તેમને વાર્ષિક રિટર્ન ભરવાનું રહેશે.

આ બેઠકમાં 50 લાખ સુધી વેપાર કરનારા સર્વિસ સેક્ટર યુનિટનો પણ કમ્પોઝિશન સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પર 6 ટકા કર લગાવાયો છે. જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટર પર જીએસટીની બાબતો માટે 7 મંત્રીઓનો એક સમૂહ નિર્ણય કરશે. લોટરી મુદ્દે પણ જીએસટીની એક કમિટિની રચના કરવામાં આવશે

LEAVE A REPLY