Connect Gujarat
સમાચાર

મોબાઈલ સેવાની કુલ કમાણીમાં રિલાયન્સ જિયો ટોચ પર પહોંચ્યું

મોબાઈલ સેવાની કુલ કમાણીમાં રિલાયન્સ જિયો ટોચ પર પહોંચ્યું
X

ટ્રાઇના આંકડાઓ અનુસાર, એજીઆરના આધારે જિયો ૨૨માંથી ૧૧ ટેલીકોમ સર્કલમાં પ્રથમ ક્રમે

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના સપ્ટેમ્બર મહિનાના ડેટા અનુસાર રિલાયન્સ જિયોએ વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યું છે. એવરેજ ડાઉનલોડ સ્પીડ બાદ મોબાઈલ કંપનીઓ તેની મોબાઈલ સેવાની કુલ કમાણી કેટલી રહી છે (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) તેમાં જિયો પ્રથમ આવી છે.

જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં રિલાયન્સ જિયોની કુલ કમાણી રૂ.૮,૨૭૧ કરોડ રહી છે એમ ટ્રાઇના ડેટા ઉપરથી પુરવાર થાય છે. આ સામે તાજેતરમાં મર્જ થયેલી વોડાફોન અને આઈડિયાની કુલ કમાણી રૂ.૭,૫૨૮ કરોડ અને ભરતી એરટેલની કુલ કમાણી રૂ.૬,૭૨૦ કરોડ રહી હતી.

કેન્દ્ર સરકારની લાયસન્સ ફી અને અન્ય ફીઝની વસુલાત માટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની (એજીઆર) ગણતરી કરવામાં આવે છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ભારત સંચાર નિગમ લીમીટેડની કુલ આવક રૂ. ૧,૨૮૪ કરોડ રહી હતી.

એપ્રિલથી જુનના સમયગાળા દરમિયાન જિયોની એજીઆર રૂ.૭,૧૨૫.૭૦ કરોડ હતી જયારે વોડાફોન અને આઈડિયાની આવક રિલાયન્સ જિયો કરતા વધારે એટલે કે રૂ.૮,૨૨૬.૭૯ કરોડ હતી. વોડાફોન અને આદીડીયાને અલગ અલગ કંપની તરીકે ગણવામાં આવે તો વોડાફોનની આવક રૂ.૪,૪૮૩ કરોડ અને આઈડિયાની એજીઆર રૂ.૩,૭૪૩ કરોડ હતી. આ સમયગાળામાં ભરતી એરટેલની આવક રૂ.૬,૭,૨૩ કરોડ હતી. જોકે, ગ્રોસ રેવન્યુની દ્રષ્ટિએ વોડાફોન રૂ.૧૩,૫૪૨ કરોડ સાથે પ્રથમ ક્રમે, એરટેલ રુલ૧૧,૫૯૬ કરોડ સાથે બીજા ક્રમે અને જિયો રૂ.૧૦,૭૮૩ કરોડની ગ્રોસ રેવન્યુ સાથે ત્રીજા ક્રમે હતા.

ટ્રાઇના આંકડાઓ અનુસાર, એજીઆરના આધારે જિયો ૨૨માંથી ૧૧ ટેલીકોમ સર્કલમાં પ્રથમ ક્રમે હતું. જયારે એરટેલ ૬ અને વોડાફોન પાંચ સર્કલમાં અવ્વલ હતું.

Next Story