Top
Connect Gujarat

મોરબી: દેશી દારૂના બુટલેગરને ગ્રામજનોએ થાંભલે બાંધી માર્યો માર

મોરબી: દેશી દારૂના બુટલેગરને ગ્રામજનોએ થાંભલે બાંધી માર્યો માર
X

મોરબીના ગોરખીજડીયા ગામે આજે સવારે ગામની આસપાસમાં ખેતીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરોને દેશી દારૂ વેચવા માટે આવેલા એક બૂટલેગરને લોકોએ પકડીને તેને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ આ બૂટલેગરને પોલીસને સોંપ્યો હતો.

કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ બૂટલેગર જ્યારે સવારે ગામમાં દારૂની સપ્લાય કરવા આવ્યો હતો. ત્યારે ગામની મહિલાઓ ગામની બહાર ઘરનો કચરો ફેંકવા માટે જઇ રહી હતી. ત્યારે બૂટલેગરે આ મહિલાઓની સામે પોતાનાં કપડા કાઢી નાંખ્યા હતા. તેના આવા નિર્લજ્જ કૃત્યથી ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને આ શખ્સને પકડીને તેને થાંભલા સાથે બાંધી અને તેના હાથમાં રહેલા થેલાને ખોલવામાં આવતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ નીકળી હતી.જેથી ગ્રામજનોએ તેને માર મારી અને બાડા માં તેને પોલીસને હવાલે કર્યો હતો.

Next Story
Share it