૪ આરોપીઓને રૂપિયા ૬,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા મોરબી એલ.સી.બી.ને ઠગાઇ તથા વિશ્વાસધાતના ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન મળતા ન મોરબી એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

આ દરમ્યાન મળેલ હકીકત આધારે પોલીસની ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી માણસોને ફસાવી પૈસા પડાવી લેતા રફીક ઉર્ફે રાજન નજરમહમદ સંઘવાણી યુસુફ કાદરભાઇ જેડા, સલીમ દાઉદભાઇ માણેક,હાસમ ઉર્ફે મામુ અલીમહમદ મોવરવાળાઓને રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિમત રૂપિયા ૧૦૦૦૦/- તથા મહીન્દ્રા બોલેરો ગાડી કિમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૬,૬૦,૦૦૦/- સાથે પકડી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

LEAVE A REPLY