યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વહેલી સવારે જામનગર થી દ્વારકા પહોંચ્યા હતા. અને દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરી દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા. અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકા જગત મંદિર પટ્ટાનગણમાં જિલ્લા કલેકટર અને દ્વારકાના પ્રાંત અધિકારી સહિત દેવસ્થાન સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જગત મંદિરમાં ગયા હતા. જ્યાં રાજ્યપાલ દ્વારા ભગવાનની સુવર્ણ પાદુકાનું પૂજન કર્યું હતું અને શીશ ઝુકાવી નમન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ બન્યા બાદ પહેલી વખત યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે સપરિવાર પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સમગ્ર સુરક્ષા કર્મીના કાફલા સાથે ઓખા પહોંચ્યા હતા. અને ઓખાના કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર 15ની મુલાકાત લીધી હતી, ઓખા કોસ્ટગાર્ડના જવાનો સાથે મિટિંગ કરી હતી.
મહત્વનું છે કે ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનને અપગ્રેડ કરી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 કર્યા બાદ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને કચ્છના માંડવી , જખૌ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને વાડીનાર સ્થિત ઓખા કોસ્ટગાર્ડનું મોનિટરિંગ ઓખા હેડક્વાર્ટર થી કરવામાં આવે છે અને આજ રોજ રાજ્યપાલ દ્વારા કોસ્ટગાર્ડના હેડક્વાર્ટરની મુલાકાત કરી અને હોવરક્રાફ્ટમાં દરિયાઈ સફર કરી કોસ્ટગાર્ડની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું .